ગોડાઉન ભાડે આપી પોલીસને જાણ ન કરી હોય જાહેરનામા ભંગ સબબ કાર્યવાહીમોરબી : મોરબી તાલુકાના લાલપર ગામે સ્ટેટ મોનીટરીંગ સેલે ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનો દારૂ પકડી પાડવાના બનાવમાં ગોડાઉન ભાડે આપનાર માલિકે પોલીસને નિયમ મુજબ ભાડા કરારની જાણ ન કરી હોય તાલુકા પોલીસે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં એસએમસીએ કરોડો રૂપિયાનો દારૂ ઝડપી લેવા પ્રકરણમાં મોરબી તાલુકા પોલીસે ગોડાઉન ભાડે આપનાર ભવાનીસિંહ વિક્રમસિંહ જાડેજા,રહે.આશા પાર્ક સર્કીટ હાઉસની બાજુમા મોરબી, મુળગામ- ખીડોઇ ગામ તા-અંજાર જી- કચ્છ ભુજ વાળાએ ભાડા અંગેની જાણ પોલીસને કરી ન હોય જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.