મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામ પાસે રાધે ક્રિષ્ના મોલ સામેથી એક ઇસમને તાલુકા પોલીસની ટિમ દ્વારા હાથ બનાવટનો કટ્ટો એટલે કે હથિયાર સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસે બાતમી આધારે પીપળી ગામની સીમ, ધ્યેય કોમ્પલેક્ષ, રાધે ક્રિષ્ના મોલ સામેથી વિવેકભાઈ કિશોરભાઈ ધોળકીયા ઉ.વ.૨૦, રહે. સો-ઓરડી, વરીયાનગર શેરી નં.૦૪, મોરબીવાળા પાસેથી દેશી હાથ બનાવટનો કટ્ટો હથિયાર સાથે મળી આવતા આર્મ્સ એકટ હેઠળ ગન્હો રજી. કરી આગળની તપાસ પો.સ.ઇ. બી.એમ.બગડા નાઓ ચલાવી રહેલ છે.આ કામગીરીમાં પીઆઇ કે.એ.વાળા, પીએસઆઈ બી.એમ.બગડા, પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, વનરાજભાઇ ચાવડા, પોલીસ કોન્સ. રમેશભાઈ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ તથા દિપસિંહ ચૌહાણ રોકાયેલ હતા.