જાણભેદુએ ચોરી કર્યાની શક્યતા વચ્ચે પોલીસ તપાસ શરૂમોરબી : મોરબી શહેરના સાવસર પ્લોટમાં આવેલ ગોકુલ હોસ્પિટલમાં આવેલા મેડિકલ સ્ટોરના ખાનામાંથી કોઈ શખ્સ રોકડા રૂપિયા 1.70 લાખની ચોરી કરી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સાવસર પ્લોટમાં આવેલ ગોકુલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરના ટેબલના ખાનામાંથી રોકડા રૂપિયા 1.70 લાખની ચોરી થઈ જતા હોસ્પિટલના સંચાલક વિમલભાઇ જેરામભાઇ બોડા,રહે.ધ્યેય એપાર્ટમેન્ટ ગોકુલમથુરા દલવાડી ચોકડી વૃદાવન સોસાયટીની સામે ઉમીયા સર્કલ મોરબી વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, ફરિયાદમાં ડોકટરની ઓફીસમાથી ચાવી મેળવી મેડીકલ સ્ટોરના દરવાજાનો લોક ખોલી ટેબલના ખાનામા રાખેલ રોકડની ચોરી કરવામાં આવી હોવાનું જણાવાયું છે ત્યારે જાણભેદુએ ચોરી કર્યાનું મનાઈ રહ્યું છે.