મોરબી : મોરબીની રાષ્ટ્રીય શાળામાં યુકે નિવાસી ગીતાબેન મનાણી દ્વારા આજરોજ વિદ્યાર્થીઓને બોલપેન તથા ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે બદલ રાષ્ટ્રીય શાળાના ચંદ્રલેખાબહેને ગીતાબેન મનાણીનો વિશેષ રીતે આભાર પણ માન્યો છે.યુકે નિવાસી ગીતાબેન મનાણી દ્વારા રાષ્ટ્રીય શાળાના બાળકોને બોલપેન અને ચપ્પલનું વિતરણ કરવામાં આવતા ચંદ્રલેખાબહેન મહેતાએ સમગ્ર શાળા પરિવાર વતી કવિતા રૂપે ગીતાબેન મનાણીનો આભાર માન્યો છે. જે આ મુજબ છે.લંડન માં બેઠાં બેઠાં,જોબ કરતાં કરતાં પચાસ પચાસ વર્ષ પૂર્ણ થયાં ..તો પણ યાદ કરી રહી છેશ્રીમતી ગીતા મનાણી/ રાઠોડ... એકડો ઘૂંટેલ પાયાની શાળા,શ્રી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાને.હજુ તો ગરમી બારણું ખખડાવવા આવી રહી છે,ત્યાર પહેલાં જ રાષ્ટ્રીય શાળાનાંખીલતાં બાલ પુષ્પોને આપવામાંઆવ્યા મસ્ત, મુલાયમ સ્લીપર....તથા રૂમઝૂમ કરતી આવી રહેલીપરીક્ષા દેવીનું સ્વાગત કરવા માટેસુગંધ થી ભરપુર.... બોલપેન.કેવા મજાનાં ડોલી રહ્યા છેનાચતાં કૂદતાં હસતાં ખીલી રહેલબાલ પુષ્પોબહેન ગીતા,મને ખ્યાલ છે તમારું ગ્રુપ આવાં અનેક અનેક સત્કાર્યોકરીને લક્ષ્મીજીનું વાવેતર કરી રહ્યાં છો.આ વાવેતર કરેલ બિયારણમાંથીજલ્દીથી જલ્દી અનેક અનેક માટેઆરામ દાયક, આશ્રય સ્થાન દાયક, ઘેઘૂર, ઘટાદાર, વિશાળવટવૃક્ષ બની રહો એ જ.....અંતરીક્ષની અટારીએથી ,શ્રી વિદ્યા બહેન, ચંદ્ર કળા બહેન,લીલમ બહેન, કુસુમ ભાભી તેમજધરતી પર આંટા મારી રહેલચંદ્રલેખા બહેન મહેતા તથા સમગ્ર રાષ્ટ્રીય શાળા પરિવારનાં આશીર્વાદ સહ સુરમ્ય શુભેચ્છા..