કચ્છના રમેશ પટ્ટણીએ ભરત મારવાડી સાથે સંપર્ક થયા બાદ જીમિત પટેલ સાથે મળી દારૂનો ધંધો શરૂ કર્યો : પંજાબથી મોરબી દારૂ પહોંચ્યા બાદ રાજકોટ સહિતના સ્થળે દારૂ મોકલાતો : વધુ 12 આરોપીઓના નામ ખુલ્યાગાંધીધામની ગળપાદર જેલમાંથી મોરબીમાં દારૂનો હોલસેલ અડ્ડો ચલાવવાના ગોરખધંધાના બીજ રોપાયા હતામોરબી : મોરબીના લાલપર ગામ નજીક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથીગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી દારૂ સપ્લાયનું જબરદસ્ત નેટવર્ક ઝડપી લેવા પ્રકરણમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે, મોરબીથી સમગ્ર સૌરાષ્ટ્રમાં દારૂ ઠાલવવાના આ ગોરખધંધામાં કચ્છના રાપર તાલુકાના ચિત્રોડ ગામનો આરોપી રમેશ પટ્ટણી ગાંધીધામની ગળપાદર જેલમાં તેના દારૂના ધંધાર્થી મિત્રને મળવા ગયા બાદ ભરત મારવાડી સાથે સંપર્ક થતા અમદાવાદના જીમિત પટેલના મોરબીના ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારી સમગ્ર સૌરાષ્ટ્રમાં માલ સપ્લાય કરવાનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું હોવાનું અને દારૂની સપ્લાય માટે અમેરિકા, લંડન અને કેનેડાના વર્ચ્યુલ નંબરથી વોટ્સએપ ઉપર જ ઓર્ડર લઈ માલ સપ્લાય કરવામાં આવતો હોવાનું ભાર આવ્યું છે, સાથે જ મોરબી આવતો તમામ દારૂ પંજાબથી મોકલતો હોવાનું સ્પષ્ટ બનું છે, આરોપી રમેશ પટ્ટણી અને જીમિત ભાગમાં દારૂનો ધંધો કરતા જેમાં એક પેટીએ બન્નેને 200 રૂપિયા મળતા હોવાનું રમેશે કબુલ્યું હતું, એસએમસીએ 10 આરોપીઓને પકડયા બાદ વધુ 12 આરોપીઓના નામ ખુલ્યા છે.મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં છેલ્લા સાતેક માસથી ધમધમતા વિદેશી દારૂના ગોરખધંધા ઉપર મંગળવારે રાત્રીના ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી 1.51 કરોડનો દારૂ બિયરનો જથ્થો તેમજ 66 લાખથી વધુની કિંમતના સાત અલગ અલગ વાહનો તેમજ રોકડ સહિત 2.20 કરોડથી વધુનો મુદામાલ કબ્જે કરાયા બાદ એસએમસીની ટીમ સમક્ષ પોપટ બની ગયેલા મુખ્ય આરોપીઓના સાગરીત એવા કચ્છના રમેશ પટ્ટણીએ વટાણા વેરી નાખી સમગ્ર ગોરખધંધા અંગેની રજે રજની વિગતો પોલીસ સમક્ષ ઓકી નાખતા દારૂના આ ધંધાના નેટવર્કથી પોલીસ પણ ચોકી ઉઠી હતી. સમગ્ર મામલે કચ્છનો રમેશ પટ્ટણી, અમદાવાદનો જીમિત, ભરત મારવાડી અને રાજારામ મારવાડી જ દારૂનું નેટવર્ક ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.અમેરિકા, લંડન અને કેનેડાના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગમોરબીના લાલપર ગામેથી ઝડપાયેલા દારૂના ગોરખધંધામાં સ્માર્ટ બુટલેગરો પોલીસની નજરથી બચવા માટે તેમજ સાચા મોબાઈલ નંબર સામે ન આવે તે માટે સોફ્ટવેરની મદદથી અમેરિકા, લંડન અને કેનેડાના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરી દારૂના નાના મોટા તમામ ઓર્ડર અને આંતરિક વાતચીત માટે વોટ્સએપ કોલિંગનો જ ઉપયોગ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.દારૂ લેવા આવનાર કે ઉતારવા આવનારને ગોડાઉન ન દેખાડવામાં આવતુંબુટલેગર જીમિત અને રમેશ પટ્ટણીની મુખ્ય ભાગીદારી વાળા દારૂના ગોરખધંધાની કોઈને ગંધ ન આવે તે માટે ચતુર દારૂના ધંધાર્થીઓ દારૂ લેવા આવનાર તેમજ પંજાબથી આવતા દારૂના ટ્રક ચાલકોને હાઇવે ઉપર ઉભા રાખી દઈ બાદમાં પોતાના ડ્રાઈવરો મારફતે જ જે તે વાહનોને ગોડાઉન સુધી લાવતા અને લઈ જતા સાથે જ ગોડાઉન પણ એટલું મોટું હતું કે, મોટામાં મોટા વાહન પણ સીધા જ ગોડાઉનમાં ઘુસાડી દેવાતા હતા.મહિને 90 હજાર ભાડાંથી મીઠાના ધંધા માટે ગોડાઉન ભાડે રાખ્યું હતુંઆરોપી જીમિત પટેલે મીઠાનો ધંધો કરવા માટે મોરબીના આશાપાર્ક, બહાદુરવીલા પાસે રહેતા ભવાનીસિંહ વિક્રમસિંહ જાડેજા નામની વ્યક્તિ પાસેથી મહિને રૂપિયા 90 હજાર ભાડામાં ગોડાઉન ભાડે રાખ્યું હતું અને ગોડાઉનમાં કામ કરતા પકડાયેલ તમામ લોકોને મહિને 20થી 25 હજાર પગાર અને ખાવું,પીવું તેમજ રહેવાની સુવિધા આપવામાંઆ આવતી હતી.રમેશ પટ્ટણી અને જીમિત પટેલને એક પેટી દારૂએ 200 રૂપિયા મળતાસ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ સમક્ષ પોપટ બની ગયેલા રમેશ પટ્ટણી ઉર્ફે પટેલે કબુલ્યું હતું કે છેલ્લા સાતેક માસથી આરોપી જીમિત પટેલ. ભરત મારવાડી અને રાજારામ મારવાડી સાથે મળી આ દારૂનો ધંધો કરતો હતો અને એક પેટીએ જીમિત અને પોતાને 200-200 કમિશન મળતું હતું સાથે જ પોતે મુંબઈ હતો ત્યારે સ્ટેશનરીની દુકાનમાં સાથે કામ કરતા શિવકરણ કેવટ સાથે પરિચય થતા તમામ મજુર માણસો તેના દ્વારા જ મોરબી મંગાવ્યા હતા.જીમિતની કારમાં એન્ટીકરપ્શન બ્યુરો અને પ્રેસ મીડિયાના બોર્ડએસએમસીની ટીમે વિદેશી દારૂના ધંધાર્થી અને લિસ્ટેડ બુટલેગર જીમિત પટેલની કાર દરોડા સ્થળેથી કબ્જે કરતા કારની આગળ અને પાછળ એન્ટીકરપ્શન બ્યુરો અને પ્રેસ મીડિયાના બોર્ડ મારેલા હોવાનું નોંધ્યું છે અને ગાડીમાંથી દારૂના વેચાણના અઢી લાખ મળી આવતા તે પણ કબ્જે કરાયા હતા.મોરબીમાં પકડાયેલ દારૂના ગોડાઉનમાં જીપીએસ ટ્રેકર, જામર અને વોઇસ રેકોર્ડર મળ્યાએસએમસી ટીમે મોરબીના લાલપર ગામ નજીક ગોડાઉનમાંથી વિદેશી દારૂનો 1.51 કરોડનો જથ્થો પકડી પાડવાની સાથે કુલ 2.20 કરોડથી વધુનો મુદામાલ કબ્જે કર્યો છે જેમાં ગોડાઉનમાંથી વોઇસ રેકોર્ડર, મોબાઈલ જામર અને જીપીએસ ટ્રેકર જેવા સાધનો પણ મળી આવતા કબ્જે કર્યા છે, દારૂના વાહનોમાં જીપીએસ લગાવી ટ્રેકિંગ કરવાની સાથે ગોડાઉનમાંથી બહાર મોબાઈલથી વાતચીત ન થઇ શકે તે માટે જામર લગાવવામાં આવ્યાનું પણ સામે આવ્યું છે.