મોરબી: હળવદ શહેરમાં આવેલી આલાપ સોસાયટીમાં રહેતા વૃદ્ધ અંધશ્રદ્ધાના શિકાર થયા હતા. આરોપી ભૂવા વૃદ્ધને વિશ્વાસમાં લઈ તેમજ નડતર વિધિના નામે છેતરપીંડી કરી તેમની પાસે રહેલા રોકડા રૂપિયા 39,200 લૂંટીને બંને ભૂવા મોટરસાયકલ સાથે ફરાર થઈ ગયા હતા.એલ.સી.બી.ની ટીમ મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે મોરબી ત્રાજપર ચોકડી પાસે રોડ પરથી હળવદ પો.સ્ટે.ગુના કામના આરોપીઓને રોકડા રૂ.39,200 તથા સ્પ્લેન્ડર મોટરસાયકલ જેના રજીસ્ટ્રેશન નંબર GJ-03-NA-9498 કી.રૂ.50,000મળી કુલ રૂ. 89,200 ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.આરોપી (૧) દીપકનાથ નારાયણનાથ ધાંધુ/ધાંધલ (નાથબાવા) (૨) રોહીતનાથ ભગવાનનાથ ધાંધુ (નાથબાવા)ની ધરપકડની કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ એલ.સી.બી. મોરબી, PSI કે.એચ.ભોચીયા, PSI એસ.આઇ.પટેલ સહિતના પોલીસ અધિકારીઓ જોડાયેલા હતા. આ ઘટના બાદ જાહેર જનતાને પોલીસ ટીમ દ્વારા અંધશ્રદ્ધા તેમજ ઢોંગી ભૂવાઓના ચુંગલમાં ન આવવા માટે અપીલ કરવામાં આવી છે.