મોરબી : ખાણખનીજ વિભાગ રાજકોટની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ગત અઠવાડિયે મોરબી જિલ્લામાં રેતીચોરી અને કપચીની ખનીજ ચોરી બદલ અલગ અલગ ત્રણ ટ્રક ઝડપી લઈ અંદાજે 8 લાખથી વધુનો દંડ વસૂલવામ આવ્યો હતો આ ઉપરાંત મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પણ રેતીની ખનીજ ચોરી સંદર્ભે એક ટ્રકને ઝડપી લઈ દંડનીય કાર્યવાહી માટે ખણખનિજને જાણ કરી છે.રાજકોટ ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા મોરબીના ટીંબડીના પાટીયા પાસેથી ડમ્પર નંબર જીજે ૩૬ યુ ૯૯૭૮ ના ચાલક મગન ઈશ્વરભાઈ ગોસ્વામી, ડમ્પર નંબર જીજે ૩ બીડબલ્યુ ૫૮૨૦ ના ચાલક દિનેશ અજરાવનિયાને અને ભરતનગર પાસેથી ડમ્પર નંબર જીજે ૩૬ યુ ૭૨૧૬ ના ચાલક રૂપા રામજી પાટડીયાને રેતી તેમજ બ્લેક ટ્રેપ સાથે પકડી તાલુકા પોલીસ હવાલે કરાયા હતા. આ ઉપરાંત મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ધ ફર્ન હોટલ નજીકથી પસાર થતાં રેતી ભરેલા ડમ્પર ટ્રક નંબર જીજે ૩૬ એકસ ૮૮૦૦ ને ઝડપી લઈ દંડનીય કાર્યવાહી માટે ખાણખનીજ વિભાગને જાણ કરી હોવાનું જાણવા મળે છે.