મોરબી : મોરબીમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકતી જનની હોસ્પિટલને નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે હવે પછી મેડિકલ વેસ્ટનો નિયમોનુસાર નિકાલ કરવા સુચના પણ આપી છે.નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશમાં ભાગરૂપે અલગ અલગ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં છેલ્લા થોડા દિવસથી વેપારીઓને રોડ ઉપર કચરો ફેંકવા મામલે દંડ ફટકારવામાં આવી રહ્યા છે. ત્યારે આજે લાતી પ્લોટમાં આવેલ જનની હોસ્પિટલને ખુલ્લામાં મેડિકલ વેસ્ટ નાખવા બદલ રૂ.5000નો દંડ ફટકારવામાં આવ્યો છે.