અજાણ્યા નંબર ઉપરથી ફોન કરનાર મહિલાએ કાગવડ મળવા બોલાવી ખેલ પાડી દીધો : ગોંડલના સુલતાનપુર પોલીસ પોલીસ મથકમાં ગુન્હો દાખલમોરબી : મોરબીના સિરામિકના ધંધાર્થી આધેડને અજાણી મહિલાએ ફોનમાં મીઠી મીઠી વાતો કરી ફસાવ્યા બાદ ખોડલધામ કાગવડ મળવા બોલાવી મળતીયાઓ સાથે મળી મહિલાએ ખેલ પાડી દઈ દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 23.50 લાખ પડાવી લેતા ચકચારી બનાવ મામલે ગોંડલના સુલતાનપુર પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના રવાપરમાં ખાતે ગોકુળ એપાર્ટમેન્ટમાં રહેતાં અને સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં લેબર કોન્ટ્રાકટ રાખતા ભરતભાઇ ભીખાભાઈ કારોલીયા (ઉ.વ.50) એ ગોંડલના સુલતાનપુર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓને એકાદ મહીના પહેલાં બપોરના સમયે મોરબી કારખાને હાજર હતાં ત્યારે તેમને ફોન આવેલ અને શારદાબેન છે ? એવુ પુછેલ જેથી રોંગ નંબર છે તેમ કહી ફોન કાપી નાખેલ હતો. થોડી વાર ફરી વખત તે નંબરમાથી ફોન આવેલ જેથી ફોન ઉપાડી રોંગ નંબર છે તેમ કહી ફોન કાપી નાખેલ હતો.બીજા દિવસે બપોરના સમયે ફરીથી તે નંબરમાથી મને ફોન આવેલ અને કહેલ કે, ફોન કાપતા નહીં જેથી તેનું નામ પુછતા તેનુ નામ ક્રીષ્ના જણાવેલ અને પટેલ જ્ઞાતીની તેમજ સુલતાનપુર રહેતી હોવાનુ જણાવેલ હતું. બાદમાં દશેક મીનીટ જેટલી વાતચીત કરેલી અને પછીથી બપોરના સમયે તે ફોન કરતી હતી. આ ક્રિષ્નાએ ભરતભાઈને પ્રેમ સબંધ રાખવા અને રૂબરૂ મળવા માટે કાગવડ ખોડલધામ મંદિરે મળવા બોલાવેલ હતાંજેથી ફરિયાદી ગત તા.4ના રોજ આરોપી મહિલા ક્રિષ્નાને મળવા મોરબીથી ખોડલધામ મંદિરે ગયા હતા જ્યાં પહોંચી ફોન કરતા મહિલા મંદિરના ગેઇટની સામે દુકાનો વાળી લાઇનમા રોડ ઉપર ઉભેલ હોવાનુ કહ્યું હતું. જેથી તેઓ ગાડી લઈ તેની પાસે ઉભી રાખેલ અને તે ગાડીમા આગળ બેસી ગયેલ બાદ ગાડી આગળ થોડે દુર રસ્તા ઉપર લઇ જવાનુ કહી ક્રિષ્ના પાછળની સીટ પર જતી રહી હતી અને ભરતભાઈ પણ પાછળની સીટ પર જતાં મહિલા તેના કપડા ઉતારવા લાગેલ જેથી ભરતભાઈએ ના પાડતા અચાનક જ પાછળથી બે બાઇકમાં ચાર અજાણ્યાં શખ્સો ગાડી પાસે આવી ગયેલ અને તેમાથી એક વ્યક્તિ આ મહિલાને તેના બાઈક પર બેસાડી જતો રહેલ અને બીજા ત્રણ વ્યક્તીઓ કારમાં બેસી ગયેલ અંદાજીત 30 થી 35 વર્ષના શખ્સો ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને કહેલ કે, આ ક્રીષ્ના અમારી ભાણેજ છે અને ત્રણેક દિવસથી ઘરેથી જતી રહેલ છે.બાદમાં અન્ય એક શખ્સ કાર ચલાવવા લાગેલ અને લીલાખા ગામ બાજુના રસ્તે લઇ ગયેલ અને કહેલ કે, 35 લાખ રૂપીયા આપ નહી તો મારી ભાણેજ સાથે બળાત્કાર કરેલના કેસમા તને ફસાવી દઇશ અને રૂપીયા નહી આપ તો તને જાનથી મારી નાખશું કહેતાં તેઓ ડરી ગયેલ અને ત્યાંથી બચવા માટે તેઓએ તેમના ભાઈઓને ફોન કરી દવાખાનાના કામમાં એક જગ્યાએ રૂપીયા આપવાના હોય તાત્કાલીક આંગડીયુ કરાવો જેથી તેમનાં ભાઇઓએ અંગળીયા મારફતે રૂપિયા મોકલતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આવેલ વી.પટેલ પેઢીમા દશ લાખનુ આંગડીયુ આરોપીએ કહેલ કે, વધારે રૂપીયા મંગાવ નહીં તો તને જવા નહી દઈએ જેથી બીજા દસ લાખ તેમજ વધું સાડા ત્રણ લાખ પી.એમ. આંગડીયામા મંગાવેલ જે રૂપીયા આરોપીઓએ લઇ લીધેલા અને કહેલ કે, જો આ વાત કોઇને કરીશ તો બળાત્કારના કેસમા ફસાવી બદનામ કરી નાખીશુ તેમ ધમકાવી ગોંડલ માર્કેટ યાર્ડના ગેઇટ બહાર લાવી ગાડીમાથી ઉતરી પૈસા લઇ નાસી છૂટ્યા હતાં.સમગ્ર મામલે ભરતભાઈ મોરબી ઘરે આવી તેમના ભાઈઓને બનાવની વાત કરી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે સુલતાનપુર પોલીસે ગુનો નોંધી પીએસઆઇ આર.જે.જાડેજા અને ટીમે મહિલા સહિત પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.