ક્રિએટિવ માઈન્ડ સ્ટુડિયો દ્વારા ઝીરોથી હીરો બનેલા સફળ વ્યક્તિઓને ડો.જીતેન્દ્ર અઢિયા અને ડો.અમિત મારૂના માર્ગદર્શન હેઠળ બિઝનેસ અર્જુન એવોર્ડ એનાયતમોરબી : ક્રિએટિવ માઈન્ડ સ્ટુડિયો દ્વારા ઝીરોથી હીરો બનેલા સફળ વ્યક્તિઓને સન્માનિત કરવા બિઝનેસ અર્જુન એવોર્ડ આપવામાં આવે છે જે અંતર્ગત મોરબીના યુવા અગ્રણી ઉદ્યોગપતિ અને ઇન્ડિયા ટાઇલ્સના હેમલ શાહ સહિત ચાર મહાનુભાવોને બિઝનેસ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.ડો. જીતેન્દ્ર અઢીયા અને ડો. અમિત મારૂના માર્ગદર્શન હેઠળ ક્રિએટિવ માઇન્ડ સ્ટુડિયો દ્વારા ઝીરોથી હીરો બનેલા સફળ વ્યક્તિઓને સન્માનીત કરવામાં આવે છે જે અન્વયે ડો. જીતેન્દ્ર અઢીયા અને જાણીતા હાસ્ય કલાકાર સાઈરામ દવેના હસ્તે બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી, ઈન્ડિયા ટાઇલ્સના યુવા ઉદ્યોગપતિ હેમલ શાહ, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના ટ્રસ્ટી ડો. પ્રદીપભાઇ કણસાગરા અને ટી-પોસ્ટના દર્શન દાસાણીને “બિઝનેસ અર્જુન એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં રાજકોટ, મુંબઈ, અમદાવાદ, મોરબી, જામનગર, ગોંડલ, ગાંધીધામ, ભુજ, સુરેન્દ્રનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, જુનાગઢ, પોરબંદર, ભાવનગર જેવા 14 શહેરોથી ડોક્ટર્સ, મેન્યુફેક્ચરર્સ, એફએમસીજી, એગ્રો, ઓટોમોબાઇલ્સ, માઇનિંગ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ, લોજિસ્ટિક્સ, પ્લાસ્ટિક, બ્રાસ, ઇનફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, કેમિકલ, ફેશહ, સર્વિસ સેક્ટર જેવી 15 કેટેગરીના એંટરપ્રેન્યોર્સ હજાર રહ્યા હતા. કાર્યકમ અંતર્ગત ડો. જીતેન્દ્ર અઢીયા અને ડો. અમિત મારૂ દ્વારા આવેલ એંટરપ્રેન્યોર્સને કોન્શિયસ તેમજ સબ કોન્શિયસ માઇન્ડમાં છુપાયેલી શક્તિઓ વિષે માહિતગાર કરી તેને જાગૃત કરવાના 14 સ્ટેપ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં એવોર્ડથી સન્માનીત થયેલ તમામ મહાનુભાવોની સક્સેસ સ્ટોરીઝ તેમના જ મુખે સાંભળવા મળી હતી અને આવેલા 400થી વધુ એંટરપ્રેન્યોર્સ સાથે ક્યૂ એન્ડ એ (પ્રશ્નોત્તરી)નો સેશન પણ યોજાયો હતો. કાર્યક્રમ પુર્ણ થયે એવું પણ અનુભવાયું કે આવેલ એંટરપ્રેન્યોર્સને આ કાર્યક્રમથી તેમના બિઝનેસમાં ખરીદી, પ્રોસેસિંગ, માર્કેટિંગ, વેચાણ, મેનેજમેંટ વગેરે જેવા વિષયોમાં થતી વિવિધ સમસ્યાઓ દૂર થશે અને તેમના બિઝનેસ ડેવલપમેન્ટ માટે મદદરૂપ થઈ શકશે.એંટરપ્રેન્યોર્સને વધુ સફળતા મળે માઇન્ડ પાવર વધુ ડેવલપ થાય અને વ્યક્તિના વિકાસથી બિઝનેસનો વિકાસ થાય તેવા ઉદ્દેશ્ય માટે ડો. જીતેન્દ્ર અઢીયા અને ડો.અમિત મારૂ દ્વારા “બિઝનેસ અર્જુન ટ્રેનીંગ પ્રોગ્રામ' શરૂ કરવામાં આવશે. તેવી જાહેરાત કરવામાં આવી હતી.