સ્ટેટ મોનીટરીંગ સેલે પાડેલા દરોડા પ્રકરણમાં છ આરોપીઓ જેલહવાલેમોરબી : મોરબીના લાલપર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલા 1.51 કરોડના વિદેશી દારૂ પ્રકરણમાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ચાર આરોપીઓને દસ દિવસના રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કરવામાં આવ્યો છે જયારે બાકીના આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના લાલપર ખાતે ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી રાજકોટ, ચોટીલા,થાન, હળવદ સહિતના સ્થળોએ દારૂ વેચાણ કરવામાં આવતું હોય સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડી 1.51 કરોડના દારૂ બીયરના જથ્થા સાથે 10 આરોપીઓની ધરપકડ કરવાં આવ્યા બાદ તમામ 10 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા આરોપી રમેશ પુંજાભાઈ પટણી, ચિત્રોડ ,કચ્છ, ખિયારામ સોનારણ જાટ રહે. બાડમેર,રાજસ્થાન, શિવકરણ નર્મદાપ્રસાદ કેવટ, રહે. રીવા મધ્યપ્રદેશ અને મુકેશ માલાભાઈ ગમારા, રહે..માથક, તા.હળવદ જિ.મોરબીવાળાને દસ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા જયારે અન્ય છ આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા.