મોરબી : મોરબી તાલુકાના જાંબુડીયા પાવર હાઉસ સામે આવેલા કોમેન્ટ સીરામીકની બાજુમાંથી અંદાજે 40થી 45 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમમાં ખસેડી અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે અને હાલમાં તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.