રાજકોટ રેન્જ આઈજીના અધ્યક્ષ સ્થાને ચૂંટણીને અનુલક્ષીને મોરબી ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈમોરબી : આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ચૂંટણીને લઈને રાજકોટ રેન્જ વિભાગના આઈજી અશોકકુમારના અધ્યક્ષ સ્થાને આજ રોજ મોરબી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ખાસ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં રાજકોટ રેન્જ વિભાગના પાંચેય જિલ્લાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટ રેન્જ આઈજીના જણાવ્યા પ્રમાણે, રાજકોટ રેન્જના પાંચેય જિલ્લાના અધિકારીઓને આગામી સમયમાં લોકસભાની ચૂંટણીની તૈયારી અંગેની સૂચના અપાઈ છે. સાથે જ તમામ વિસ્તારોમાં લોકો શાંતિપૂર્ણ અને નિર્ભિત થઈને મતદાન કરી શકે તે માટેનો સારો માહોલ ઉભો કરવા માટે પોલીસ દ્વારા તમામ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં સુધારો કરવા માટેની પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત વહીવટી મુદ્દાઓ, ટ્રાફિકના મુદ્દા, વેલ્ફેરના મુદ્દાઓ પણ આજે ચર્ચા કરાઈ છે. પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના વિવિધ કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.વધુમાં તેમણે કહ્યું હતું કે, આજની આ મિટીંગમાં રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી અને દ્વારકાના તમામ ડીવાયએસપી કક્ષાના, એસપી કક્ષાના અને પ્રો. ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજકોટ રેન્જમાં લોકસભા ચૂંટણીમાં કચ્છ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને પોરબંદરનો સમાવેશ થતો હોય તમામ વિસ્તારમાં પોલીસ દ્વારા તાલીમની વ્યવસ્થા, સ્ટ્રોંગરૂમની વ્યવસ્થા અને મતદાન મથકો અંગેની તમામ તાલીમ આપવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ ચૂંટણીને લઈને ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ક્રિટિકલ બુથને લઈને પણ પોલીસે અગાઉથી તૈયારીઓ શરૂ કરી છે. આ સાથે જ પોલીસે હથિયાર પરવાના ધારકોને પણ જાહેરનામાં મુજબ હથિયારો જમા કરાવી દેવા સૂચના આપી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..