મોરબી : મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા રાષ્ટ્રીય શાળાના 60થી વધુ બાળકોને હોટલમાં જમવા લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકોએ ઢોસાની લિજ્જત માણી હતી.મોરબી શહેરના અગ્રણી એવા સ્વ. જીવરાજબાપા ઘોડાસરાની પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રીય શાળાના 60 થી વધુ બાળકો કે જેઓને હોટલમાં જવાનો મોકો મળતો નથી. એ લોકોને ગુરુદેવ હોટલમાં પાર્ટીની મજા કરાવવામાં આવી હતી. આ માટે સહયોગી સાધનાબેન જગદીશભાઈ ઘોડાસરાનો પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ આભાર માન્યો હતો. આ પ્રોજેક્ટમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા, પ્રીતિબેન, પાયલબેન, સુનિતાબેન,કોમલબેન, સાધનાબેન વગેરે મેમ્બર્સએ હાજરી આપી સેવાના કાર્યમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો.