મોરબી : મોરબીના શનાળામાં આવેલા શિશુમંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ દ્વારા સેવા વિભાગ મોરબીનો સેવા તરંગ 2024ના વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટની ટ્રસ્ટીઓ પ્રવિણભાઈ ધોળકિયા તથા વિપુલભાઈ અઘારાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વેલનાથ સેવા વસ્તી તથા અન્ય વસ્તીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના સહ વ્યવસ્થા પ્રમુખ તથા ડો. હેડગેવાર સ્મારક સમિતિના ટ્રસ્ટી ડો. નરેન્દ્રભાઇ દવે દ્વારા પ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું. આ તકે ડો. અર્જુનભાઈ સુવાગિયા, ઉદ્યોગપતિ બાલુભાઈ અંબાણી, જીલેશભાઈ કાલરીયા તેમજ બહોળી સંખ્યામાં મોરબી નગરમાં ચાલતા વિવિધ સેવા કેન્દ્રોના કાર્યકર્તાઓ, સંચાલકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમના ઉદઘોષક તરીકે અનન્યાબેન કુનપરાએ સેવા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જીલ્લા સેવા વિભાગના લાલજીભાઈ કુનપરા, મોરબી નગરના સેવા વિભાગના હરિભાઈ સરડવા, પ્રાણજીવનભાઈ વિડજા તથા જીલ્લા તથા નગરના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..