મોરબી: મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભગતસિંહ- રાજ્યગુરૂ અને સુખદેવના બલિદાન દિવસની યાદમાં તા. 23ને શનિવારના રાત્રે 8:30 કલાકે રવાપર રોડ અને એસ પી રોડની વચ્ચે આવેલા સનસીટી ગ્રાઉન્ડ (અવધપુરી) ખાતે એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં બાળ કલાકારો દ્વારા ઈન્ડિયા સે આર્યવ્રત કી ઓર નામે ભવ્ય નાટકની પ્રસ્તુતી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા છેલ્લા 11 વર્ષથી શહીદોના બલિદાન દિન પર આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે. આ અંગેની વધુ માહિતી માટે 9979911811 પર સંપર્ક કરવાનો રહેશે. મોરબી તેમજ આસપાસના ગામોના રાષ્ટ્ર ભક્તોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળ કલાકારોને પ્રોત્સાહિત કરવા ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..