મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ ઓરેન્ટો સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા અમુલાબેન કૈલાશભાઇ પાંભર ઉ.18 નામની પરિણીતાને પાણી ગરમ કરતા સમયે હીટરમાંથી વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.