સામાન્ય નાગરિકો બિલ ન ભરે તો વીજ કનેક્શન કાપી નાખતું વીજતંત્ર સરકારી કચેરીઓ પાસે લાચારનગરપાલિકા, પાણી પુરવઠા વિભાગ, પોલીસ, પોસ્ટ, પંચાયત, રેલવે તો ઠીક પીજીવીસીએલને વીજ પુરવઠો આપતા જેટકોએ પણ બિલ નથી ભર્યામોરબી : સામાન્ય નાગરિકો એક મહિનો બિલ ન ભરે તો બીજા જ મહિને ટેસ્ટર અને પક્કડ લઈને પહોંચી જતા પીજીવીસીએલના કર્મચારીઓ અને કોન્ટ્રાકટરો મોરબીના સરકારી તંત્ર સામે લાચાર બની ઘૂટણીયા ટેકવી દીધાનું બહાર આવ્યું છે, મોરબીમાં વિવિધ સેવા સદન, નગરપાલિકા, પાણી પુરવઠા વિભાગ, પોલીસ, પોસ્ટ, પંચાયત, રેલવે સહિતની કચેરીઓ અને ખુદ પીજીવીસીએલને વીજ પુરવઠો આપતા જેટકોએ પણ બિલ ન ભરતા પીજીવીસીએલની હાલમાં રૂપિયા 52.46 કરોડનું બટન લાગ્યું છે જે ક્યારે ખુલ્લે તે નક્કી નથી.મોરબી પીજીવીસીએલ કચેરીના 4 માર્ચ સુધીના સત્તાવાર ઉઘરાણી લિસ્ટ મુજબ મોરબી જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓના કુલ 769 કચેરીઓના વીજ ક્નેક્શનોની કુલ મળી 5246.88 લાખ એટલે કે અંદાજે 52.46 કરોડ રૂપિયાના વીજ બિલની રકમ બાકી નીકળે છે જે અનેક વખતની ઉઘરાણી છતાં સરકારના જ તાબા હેઠળની કચેરીઓ દ્વારા માતબર રકમની ચુકવણી કરવામાં આવતી નથી. પીજીવીસીએલ મોરબી વર્તુળમાં સરકારી કચેરીઓ ઉપરાંત એલટી અને એચટી કનેક્શનમાં કુલ મળીને 130 કરોડ રૂપિયાની ઉઘરાણી બાકી નીકળે છે. જો કે, સામાન્ય બાકીદારો વિરુદ્ધ પીજીવીસીએલ દ્વારા ફેબ્રુઆરી 2024 સુધીમાં 1134 કનેક્શનો પણ કાપી નાખવામાં આવ્યા હતા પરંતુ સરકારી કચેરીઓમાં ઉઘરાણી મામલે સાપે છછુન્દર ગળ્યા જેવી સ્થિતિ હોવાનું જાણવા મળે છે.બીજી તરફ મોરબી જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં બાકી નીકળતા વીજ બિલની રકમ વિગતવાર જોઈએ તો જેટકોના 25 કનેક્શનમાં 2.62 લાખ રૂપિયા, સરકારી હોસ્પિટલોના જુદા જુદા 100 કેનક્શનના 6.83 લાખ, 234 ગ્રામ પંચાયતોના 22.81 લાખ, પાણી પુરવઠા વિભાગના 30 કેનક્શનના 2915.30 લાખ, નગરપાલિકાઓના 130 અલગ અલગ વીજ કનેક્શનમાં 2254.70 લાખ, પોલીસ વિભાગના 80 કનેક્શનમાં 4.96 લાખ, પોસ્ટ ઓફિસના 2 વીજ કનેક્શનના 3.48 લાખ, રેલવેના 118 કનેક્શનમાં 8.98 લાખ, વનવિભાગના 8 કનેક્શનના 1.06 લાખ, મામલતદાર કચેરીઓના 5 કનેક્શનના 1 લાખ અને જિલ્લાની સેવાસદનના કુલ 15 વીજ કનેક્શનના 24.16 લાખ રૂપિયા ભરવામાં ન આવ્યા હોવાનું જાણવા મળે છે.અહીં એક વાત તો સત્ય છે કે, જો કોઈ સામાન્ય નાગરિક એક અથવા બે ચડત બિલ ન ભારે તો કોન્ટ્રાકટરોને ઉઘરાણી માટે દોડાવી અથવા તો પીજીવીસીએલની ટીમને દોડાવી સમૂળગું વીજ કનેક્શન કાપી નાખવા માટે ચીમકી આપી અને ખેડૂતો અને નાગરિકો સામે દાદાગીરી બતાવતું પીજીવીસીએલ સરકારી કચેરીઓમાં કરોડો રૂપિયાના બાકી બિલ બાબતે લાચાર થઇ જાય છે.મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..