મોરબી : મોરબીના રણછોડનગર પાસે આવેલ નિધિ પાર્ક સોસાયટીમાં ગટરના પ્રશ્ને મહિલાઓએ નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી રણચંડીનું રૂપ ધારણ કરતા તંત્ર દોડતું થયું છે.મોરબીના રણછોડનગર પાસે આવેલ નિધિ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરનો પ્રશ્ન યથાવત છે. મહિલાઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે વર્ષથી ગટરની સમસ્યા છે. અનેક વખત રિપેરિંગ કરવા છતાં સમસ્યાનું નિરાકરણ થયું નથી. તેથી કાયમી નિરાકરણ માટે નવી ગટર લાઈન નાખવી જરૂરી છે. આ અંગે પણ અનેક વખત અરજી આપી હોવા છતાં કામગીરી કરવામાં નથી આવી. ત્યારે આ રજૂઆતને લઈને મહિલાઓએ ગટરનો પ્રશ્ન હલ કરવા મોરબી નગરપાલિકામાં એકત્ર થઈને ઉગ્ર રજૂઆત કરતા તંત્ર દોડતું થયું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..