મોરબીની રવાપર ચોકડી નજીક બનેલી ઘટનામાં પિતા-પુત્રી ઘાયલ થતા ફરિયાદ નોંધાઈમોરબી : ક્યારેક નાની એવી લાપરવાહી અન્ય માટે મુસીબત બની જતી હોય છે આવા જ એક કિસ્સામાં મોરબીની રવાપર ચોકડીએ ટ્રાફિકને અડચણ રૂપ થાય તેવી રીતે પોતાની સ્કોર્પિયો ગાડી લઈને ઉભેલા શખ્સે પાછળ જોયા વગર જ પોતાની સ્કોર્પિયોની દરવાજો ખોલતા પોતાની પુત્રીને કોલેજે મુકવા જઈ રહેલા પિતાપુત્રીને વિચિત્ર અકસ્માત નડતા આ અકસ્માતમાં પિતાને હેમરેજ થવાની સાથે પુત્રીને પણ ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, આ ગંભીર અકસ્માત સર્જ્યા બાદ સ્કોર્પિયો કારનો ચાલક નાસી ગયો હતો.લાપરવાહીને કારણે સર્જાયેલ વિચિત્ર અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ચોકડી નજીક ગત તા.26 ફેબ્રુઆરીના રોજ ટ્રાફીકને અડચણરૂપ થાય તેવી રીતે GJ-36-AL-9330 નંબરની સ્કોર્પિયો કાર રોડ ઉપર રાખીને ઉભેલા શખ્સે અચાનક જ પોતાની સ્કોર્પિયોનો દરવાજો ખોલતા બરાબર આ જ સમયે ત્યાંથી બાઈક લઈને પોતાની પુત્રી ધ્રુવીને કોલેજે મુકવા જઈ રહેલા રમેશભાઇ બાબુલાલ કલોલાને અકસ્માત નડતા તેઓ પુત્રી ધ્રુવી સાથે રોડ ઉપર પટકાઈ ગયા હતા.આ અકસ્માતમાં રમેશભાઇ બાબુલાલ કલોલાને માથામાં હેમરેજ સહિતની ઈજાઓ પહોંચી હતી અને દીકરી ધ્રુવીને માથાના ભાગે તેમજ મોઢાના ભાગે ઈજાઓ પહોંચવાની સાથે શરીરે મૂંઢ ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ આરોપી સ્કોર્પિયો ચાલક બનાવ સ્થળેથી નાસી ગયો હતો, ઘટના અંગે ભોગ બનનાર રમેશભાઇ બાબુલાલ કલોલાના પત્ની હર્ષાબેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સ્કોર્પિયો નંબર GJ-36-AL-9330ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..