મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળામાં સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.લાયન્સનગર પ્રાથમિક શાળાના કુલ 77 વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપી હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે. પાસ થયેલા કૂલ વિદ્યાર્થીઓમાંથી 17 વિદ્યાર્થીઓ વિશેષ યોગ્યતા સાથે અને 25 વિદ્યાર્થીઓ પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયા છે. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓને અને આયોજક શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..