હળવદ : આજના સમયમાં લગ્નપ્રસંગ, જન્મદિવસને અન્ય પ્રસંગોમાં લખલૂંટ ખર્ચ કરવામાં આવે છે ત્યારે હળવદના અગ્રણી બિલ્ડર દ્વારા પૌત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી ગૌશાળાને રૂ.51નું દાન આપવામાં આવ્યું હતું.હળવદના જાણીતા બિલ્ડર અશોકભાઈ રાજપરા (અશોક મામા) એ પોતાના પૌત્ર જ્યોતના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી અને હળવદમાં આવેલ શ્રી રામ ગૌશાળામાં 51000 રૂપિયાનું દાન આપી અને પોતાના પૌત્રના જન્મદિવસને સેવાકાર્ય સાથે જોડી યાદગાર બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શ્રી રામ ગૌશાળામાં આશરે ૭૦૦ ગૌમાતા - ગૌવંશ આશ્રય લઈ રહ્યા છે અને ગૌશાળા દ્વારા બીમાર અશક્ત ગૌવંશ માટે એમ્બ્યુલન્સ પણ કાર્યરત છે ત્યારે આ ગૌશાળાના નિભાવ માટે રાજપરા પરિવાર દ્વારા પોતાના લાડકવાયા દીકરા જ્યોતના જન્મદિવસ નિમિત્તે રૂપિયા 51000નું દાન આપવામાં આવ્યું હતું. શ્રી રામ ગૌશાળાના સંચાલકો દ્વારા સુંદર કાર્ય બદલ રાજપરા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..