હળવદ : કચ્છના ગઢશીશાથી કવાંટ જતી એસટી બસને માળીયા - હળવદ હાઇવે ઉપર દેવળીયા ગામના પાટિયા નજીક GJ-12-BX-8719 નંબરના ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા બસમાં મુસાફરી કરી રહેલા શર્માભાઇ જામસીંગ રાઠવા રહે.બૈડીયા તા.સંડવા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) વાળાને ગરદનમા પાછળ ના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માતની આ ઘટના અંગે એસટી બસના ચાલક દિનુભાઈ દેવાભાઈ રાઠવા રહે.ગામ-ધારોલી તા.બોડેલી જી.છોટાઉદેપુર વાળાએ હળવદ પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..