મોરબી : મોરબી શહેરના હાર્દ સમાન વિસ્તારોમાં દિવસેને દિવસે આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે. નગરદરવાજા, સ્ટેશન રોડ, વાવડી રોડ, જેલ રોડ, શનાળા રોડ, રવાપર રોડ સહિત મોરબી -2 વિસ્તારોમાં આખલાઓને કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે છતાં પાલિકા તંત્રની ઊંઘ ઊડતી નથી.મોરબીમાં રસ્તે રઝળતા પશુઓની સમસ્યાના સમાધાન માટે શહેરના સામાજિક કાર્યકરો રાજુ દવે, જગદીશ બાંભણીયા, ચિરાગ સેતા સહિતના દ્વારા મોરબીના ચીફ ઓફિસર, કલેકટર, વહીવટદાર, તેમજ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને આ અંગે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..