મોરબી: શહેરની માધાપરવાડી શાળામાં અનસુયાબેન સ્વામીની પુણ્ય તિથિ નિમિતે બાળાઓને જૈન ભેળનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. બાળકો ભગવાનના સ્વરૂપ હોય છે, ત્યારે લોકો શાળામાં અભ્યાસ કરતા બાલ દેવો માટે કંઈકને કંઈક દાન કે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે.ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ. અનસૂયાબાઈ સ્વામીની પુણ્યતિથી નિમિત્તે આજ રોજ પીએમ માધાપરવાડી કન્યા શાળા - મોરબીમાં 400 બાળાઓને જૈન ભેળનો પ્રસાદ આપી ખુશ કર્યા હતા. આ પ્રસાદ વિતરણમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતાએ સહયોગ આપ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..