હળવદ તાલુકાના સુરવદર ગામે બનેલી અરેરાટી ભરી ઘટના માતા પણ ઘાયલહળવદ : હળવદ તાલુકાના સુરવદર ગામે પાંચ માસની બાળકીને લઈ કપડાં ધોવા ગયેલ માતા બે ધ્યાન થતા બાળકીનું તળાવમાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું જયારે ડૂબતી બાળકીને બચાવવા ગયેલ માતાના ગળામાં સાડીનો છેડો આવી જતા માતા પણ ઈજાગ્રસ્ત બનતા પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા માનુબેન દિનેશભાઈ ડાંગર ઉ.25 નામની પરિણીતા પોતાની પાંચ માસની બાળકી ખુશીબેનને લઈને ગત તારીખ 11ના રોજ તળાવે કપડાં ધોવા માટે ગયા હતાં ત્યારે ઘાટ ઉપર સુવડાવેલી પોતાની દિકરી ખુશી તરફ ધ્યાન ન રહેતાં ખુશી પાણીમાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું.બીજી તરફ વ્હાલસોયી દીકરી તળાવમાં પડી જતા માનુબેન દિનેશભાઈ ડાંગરે પાણીમાં ઝંપલાવતા તેઓને પણ ગળાનાં ભાગે સાડીનું દબાણ આવતાં સારવાર માટે મોરબી દાખલ કરવા પડયા હતા, પોલીસની પ્રાથમિક તપાસમાં માનુબેનના બે વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું બહાર આવ્યું છે,હાલ સમગ્ર મામલે વાંકાનેર ડીવાયએસપી અને હળવદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..