માળીયા(મી) : હથિયાર સાથે ફોટાવાળા વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરનાર શખ્સ અને હથિયારના પરવાનેદાર એમ બે શખ્સોની મોરબી એસોજી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવની વિગતો જોઈએ તો, માળીયા(મી)ના ભોળી વાંઢ વિસ્તારમાં રહેતા 50 વર્ષીય હબીબ નોતીયારે હાથમાં હથિયાર સાથેના ફોટાવાળો વીડિયો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો હતો. આ અંગેની માહિતી મોરબી એસોજીને મળતા હબીબ નોતીયારની ધરપકડ કરી હતી અને હથિયારના પરવાનેદાર વલીમામદ પલેજા (ઉં. વ. 58, રહે ખાખરેચી, તા. માળીયા(મી)) ને પણ ઝડપી લીધો હતો. બંને પાસેથી પરવાનાવાળું બારબોર ડબલ બેરલ હથિયાર અને મોબાઈલ મળી કુલ 55,000નો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.