મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે અરિહંતનગરમાં આવેલ ઋષિકેશ વિદ્યાલય નજીકથી આરોપી પિયુષભાઇ ઉર્ફે ખારો બાબુભાઇ કુવરીયાને વિદેશી દારૂના 180 મીલીના ચપલા નંગ 25 કિંમત રૂપિયા 2500 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.