મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા લીવ રિઝર્વમાં રહેલા પીઆઇ આર.ટી.વ્યાસને હળવદ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. વધુમાં આર.ટી વ્યાસ પાસે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો જે ચાર્જ હતો. તે સીપીઆઈ એન.એ.વસાવાને સોંપવામાં આવ્યો છે. જ્યારે હળવદ પીઆઈના ચાર્જમાંથી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલને મુક્ત કરવામાં આવ્યા છે.