મોરબી : આગામી તારીખ 25 માર્ચ ને સોમવારે પૂનમ નિમિત્તે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પાસે આવેલા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તા.25 માર્ચના રોજ સાંજે 6:15 કલાકે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે 1100 દિવડાની મહાઆરતી કરવામાં આવશે. તો આ મહા આરતીનો લાભ લેવા સર્વે ધર્મપ્રેમી જનતાને જણાવ્યું છે.