બે શખ્સોએ માતા અને પુત્રીને માર મારતા ફરિયાદ : સામે પક્ષે પણ પથ્થરના ઘા માર્યાની ફરિયાદ હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે વાડીમાં બકરા ચરાવવાની ના પાડનાર યુવતી તેમજ તેણીના માતા સહિતના લોકોને બે શખ્સોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, બીજી તરફ સામે પક્ષે પણ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા વિજુબેન નાનજીભાઈ નંદેસરીયાએ આરોપી ભુપતભાઇ કાનજીભાઇ સોરીયા જાતે ભરવાડ અને લખમણભાઇ પાચાભાઇ ભરવાડ રહે-બન્ને-સાપકડા વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.13ના રોજ બન્ને આરોપીઓ તેમની ભાગમાં વાવવા રાખેલ વાડીમાં બકરા ચરાવતા હોય જેથી તેમને ના પાડતા બન્નેએ ઉશ્કેરાઈ જઈ તેમની દીકરી ભારતી, વર્ષા અને રાધિકાને માર મારી ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી હતી.સામાપક્ષે આરોપી ભુપત કાનજીભાઈ સોરિયાએ રાધીકા નાનજીભાઇ બાલાભાઇ નંદેસરીયા, ભારતી નાનજીભાઇ બાલાભાઇ નંદેસરીયા,વર્ષા નાનજીભાઇ બાલાભાઇ નંદેસરીયા, વીજુબેન નાનજીભાઇ બાલાભાઇ નંદેસરીયા અને વીજુબેનના જમાઇ મેહુલભાઇ રહે--સાપકડા તા-હળવદ જી-મોરબી વાળા વિરુદ્ધ બકરા ચરાવવા બાબતે ઝઘડો કરી પથ્થરના ઘા મારી ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.