પાલિકાની ટીમોએ દુકાને -દુકાને જઈને કર્યું ચેકીંગ, રૂ.2500નો દંડ વસુલાયોમોરબી : મોરબીમાં વેપારીઓને જ્યાં ત્યાં કચરો ફેંકવા સામે નગરપાલિકાએ જાહેર નોટિસ ઇસ્યુ કરી ચેતવણી આપ્યા બાદ આજે ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 15 વેપારીઓ દંડાયા હતા.મોરબી પાલિકાની દ્વારા જાહેરમાં કચરો નાખતા વેપારીઓને ગઈ કાલે તાકીદ કર્યા બાદ આજે જુદી જુદી 5 ટીમ બનાવી શહેરના જુદા જુદા રોડ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં 15થી વધુ વેપારીઓની દુકાન બહાર કચરો જોવા મળ્યો હતો. પરિણામે તેઓને રૂ. 2500નો દંડ ફટકારવામાં આવ્યો હતો.