કુલ મતદાન મથકોના ૫૦ ટકા લેખે ૪૪૫ મતદાન મથકો ઉપર વેબકાસ્ટીંગ કરવાનું આયોજનમોરબી : લોકસભાની ચૂંટણી માટે મોરબી જિલ્લામાં કુલ ૮૮૯ મતદાન મથકો હશે. જેમાં ૨૧ મહિલા સંચાલિત અને ૩ મોડેલ બુથ હશે. વધૂમાં કુલ મતદાન મથકોના ૫૦ ટકા લેખે ૪૪૫ મતદાન મથકો ઉપર વેબકાસ્ટીંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.કલેકટર તંત્રએ જાહેર કર્યા મુજબ ૧૦ રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં મોરબી જિલ્લાના ૨ વિધાનસભા મતદાર વિભાગ ૬૬-ટંકારા તથા ૬૭-વાંકાનેર અને ૧-કચ્છ સંસદીય મતદાર વિભાગમાં મોરબી જિલ્લાના ૧ વિધાનસભા મતદાર વિભાગ ૬૫-મોરબીનો સમાવેશ થાય છે. મોરબી જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૩ વિધાનસભા મતદાર વિભાગ પૈકી ૬૫-મોરબી વિધાનસભા મતદાર વિભાગમાં ૨૯૫ મતદાન મથક, ૬૬-ટંકારા વિધાનસભા મતદાર વિભાગ માં ૨૯૧ તથા ૬૭-વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગમાં ૩૦૩ મતદાન મથકો મળી કુલ-૮૮૯ મતદાન મથકો આવેલ છે. આ તમામ મતદાન મથકોના કુલ ૧૧૦ રૂટ નકકી કરવામાં આવેલા છે. વિધાનસભા મતદાર વિભાગ ૬૫ થી ૬૭ એમ ૩ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ સેકટર ઓફીસર ૧૦૩ + ૧૦ રીઝર્વ સેક્ટર ઓફિસર મળી કુલ-૧૧૩ સેકટર ઓફિસર (ઝોનલ ઓફીસર) ની નિમણુંક કરવામાં આવેલ છે.જિલ્લામાં મહિલા સંચાલિત ૨૧ મતદાન મથક હશે. દરેક વિધાનસભામાં આવા ૭ મતદાન મથકો હશે. PwD સંચાલિત ૩ મતદાન મથકો હશે. યુવા સંચાલિત ૧ મતદાન મથક હશે. જે ૬૫-મોરબી વિધાનસભામાં બનાવાશે. મોડલ પોલીંગ સ્ટેશન ૩ હશે. કુલ મતદાન મથકોના ૫૦% લેખે હાલ ૪૪૫ મતદાન મથકો ઉપર વેબકાસ્ટીંગ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. અલગ અલગ ૨૪ પ્રકારની કામગીરી માટે કુલ ૨૪ નોડલ ઓફીસરો ની નિમણૂંક કરવામાં આવેલ છે.ઈવીએમ- વિવિપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરી સંબંધિત વિધાનસભામાં મોકલી દેવાશેબીયુ ૨૨૪૩, સીયુ ૧૮૦૦ અને વીવીપેટ ૧૯૩૧ ઉપલબ્ધ છે. જેની ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી તા.૦૩/૧૦/૨૦૨૩ ના રોજ પૂર્ણ કરવામાં આવેલ છે. આ પૈકી જિલ્લાના ૩ વિધાનસભા મતવિભાગ માટે વિધાનસભા દીઠ બીયુ ૧૦, સીયુ ૧૦ અને વીવીપેટ ૨૦ તાલીમ અને નિદર્શનના હેતુસર મદદનીશ ચૂંટણી અધિકારીઓને તા.૨૦/૧૨/૨૦૨૩ના રોજ ફાળવવામાં આવેલ છે. જાહેરાતના ૩ દિવસમાં ઈવીએમ વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરવામાં આવશે. જેમાં તેમના વિધાનસભા મતવિસ્તાર નક્કી થશે, ત્યારબાદ તેને સંબંધિત વિધાનસભા મતવિસ્તારમાં મોકલી દેવામાં આવશે.રિસીવિંગ અને ડીસ્પેચિંગ સેન્ટરો નક્કી કરાયાજિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો માટે રિસીવિંગ અને ડીસ્પેચિંગ સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ૬૫-મોરબી માટે ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજ, ઘુંટુ રોડ, મોરબી-૨, ૬૬-ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલય, મામલતદાર ઓફીસ પાછળ, ટંકારા અને ૬૭-વાંકાનેર માટે અમરસિંહજી હાઈ સ્કુલ, વાંકાનેર સેન્ટર રહેશે.