પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાયાટંકારા : ટંકારા તાલુકા પંચાયતના સભ્ય અને લજાઈ ગામના વતની લાભુબેન જયંતીભાઈ સારેસા પોતાની સમગ્ર ટીમ સાથે આજ રોજ ભાજપમાં જોડાયા છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે લાભુબેન સારેસાએ ખેસ ધારણ કરીને વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો છે.લાભુબેન સારેસા અને તેમની ટીમના ભાજપ પ્રવેશ સમયે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, કે. એસ. અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ, અશોકભાઈ ચાવડા, પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ તેમજ મોરબી જિલ્લા અ.જા મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.