માતાને છોડાવવા વચ્ચે પડેલી પુત્રીને પણ છરીના ઘા મારતા પોલીસ ફરિયાદવાંકાનેર : વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેતા પરિણીતાના ચારિત્ર્ય ઉપર શંકા કરી પતિએ આડેધડ છરીના ઘા ઝીકી હુમલો કરતા વચ્ચે છોડાવવા પડેલ દીકરીને પણ છરીથી ઇજા પહોંચતા ભોગ બનનાર પરિણીતાએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેતા દયાબેન કમલેશભાઇ ગોગીયા ઉ.40 નામના પરિણીતાના ચારિત્ર્ય ઉપર શંકા કરી તેમના પતિ કમલેશભાઇ ગોવિંદભાઇ ગોગીયાએ છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા દયાબેનની પુત્રી વચ્ચે છોડાવવા પડતા ઉશ્કેરાયેલા આરોપી કમલેશે તેણીને પણ ઈજાઓ પહોંચાડતા દયાબેને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.