સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ભવન નિર્માણ માટેની મહાસભામાં ઉમટ્યું માનવ મહેરામણમોરબી : અયોધ્યામાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ભવન નિર્માણનો નિર્ધાર કરવામાં આવ્યો છે ત્યારે આ અંગે મોરબીમાં પાટીદાર સમાજની મહાસભાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજના ભાઈઓ-બહેનો ઉમટી પડ્યા હતા.આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધીરુભાઈ સરવૈયાએ હાસ્ય પીરસ્યું હતું. અયોધ્યામાં નિર્માણ પામવા જઈ રહેલા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ ભવનના નિર્માણ માટે આ કાર્યક્રમમાં 3 કરોડ 15 લાખનું દાન જાહેર થયું હતું. હજુ પણ દાનની સરવાણી ચાલુ જ છે. આ માટે મોરબીના રવાપર રોડ પર સ્વાગત ચોકડી ખાતે કોહીનુર કોમ્પલેક્ષ-304 ખાતે ઓફિસ શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ભવનના પ્રમુખ મુળજીભાઈ ભીમાણી, ઉપપ્રમુખ રામજીભાઈ પનારા, મંત્રી બાબુભાઈ ગોપાણી છે. આ કાર્યક્રમના સ્પોન્સર ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ- મોરબી રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવા મોરબીના અરૂણભાઈ વીડજા, અરવિંદભાઈ બારૈયા, એ.કે. ઠોરીયા, મહેશભાઈ સવસાણી, હિતેષભાઈ વસનિયા, વી.કે. મોરડીયાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન એ.કે. ઠોરીયાએ કર્યું હતું.