વાંકાનેર : વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં પુરુષોત્તમ રૂપાલાનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.10 રાજકોટ લોકસભા ચૂંટણીની ઉમેદવાર જાહેર કરાતા વાંકાનેર ખાતે પુરુષોત્તમ રૂપાલાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે વોરા સમાજ, તબીબો, વકીલો, વિવિધ વેપારી સંગઠનો, ઉધોગપતિઓ તથા વિવિધ જ્ઞાતિજનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનાં આયોજક વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોહનભાઈ કુંડારિયા, કાંતિભાઈ અમૃતિયા સહિતનાં રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતાં. આ ઉપરાંત ખ્યાતનામ તસ્વીરકાર ભાટી.એન દ્વારા બનાવવામાં આવેલ પુરુષોત્તમ રૂપાલાનું ચિત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.