મોરબી : આજે તારીખ 16 માર્ચ ને શનિવારના રોજ રાત્રે ઉમિયા માતાજી મંદિર સીદસર, મોરબી જિલ્લા ઉમિયા મહિલા સંગઠન સમિતિ, મોરબી જિલ્લા ઉમિયા સમૂહ લગ્ન સમિતિ, ઉમા સંસ્કારધામ સમિતિ મોરબી તથા ઉમા ટાઉનશિપ મોરબી દ્વારા મોરબી જિલ્લા પાટીદાર મહિલા સંમેલન તથા ચિંતન સભાનું આયોજન કરાયું છે.આજે 16 માર્ચ ને શનિવારે રાત્રે 8-30 થી 11 વાગ્યા દરમિયાન મોરબીના ઉમિયા માતાજી મંદિર ચોક, ઉમા ટાઉનશિપ ખાતે મહિલાઓની આંતરિક શક્તિના વિકાસ અર્થે પારિવારિક કલ્યાણની ભાવના તથા પ્રવર્તમાન વાસ્તવિક પરિસ્થિતિની સભાનતા અર્થે પાટીદાર મહિલા સંમેલન તથા ચિંતન સભા યોજાશે. જેમાં અધ્યક્ષ સૌરાષ્ટ્ર ઝોન તથા મહિલા ઉત્કર્ષ સમિતિ સિદસરના સરોજબેન મારડિયા પ્રમુખ વક્તા તરીકે હાજરી આપશે. જ્યારે માતૃવંદના ચેરિટેબલ ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયા વક્તા તરીકે હાજરી આપશે. આ ઉપરાંત ભાવનાબેન કૈલા (પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા), ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જ્યોત્સનાબેન અમૃતિયા હાજરી આપશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા મોરબી જિલ્લા મહિલા સમિતિ- સિદસરના પ્રમુખ પ્રો. ડો. નયનાબેન ભાલોડીયા, મોરબી જિલ્લા ઉમિયા સમિતિ- સિદસર અને મોરબી જિલ્લા સમૂહ લગ્ન સમિતિ મોરબીના પ્રમુખ ડો. મનુભાઈ કૈલા અને મોરબી શહેર ઉમિયા સમિતિ સિદસર તથા ઉમા સંસ્કારધામ મોરબીના પ્રમુખ એ.કે. પટેલ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.