દુકાનનો કચરો રોડ ઉપર નાખવાને બદલે ડસ્ટબીનમાં નાખી ડોર ટુ ડોર કલેક્શનમાં જ કચરો નાખવા અપીલમોરબી : મોરબીમાં જ્યાં ત્યાં કચરો ફેંકતા દુકાનદારોને પાલિકાએ જાહેર નોટિસ ઇસ્યુ કરી આવું ન કરવાની સૂચના જાહેર કરી છે. જો કોઈ દુકાનદાર આવું કરશે તો તેને દંડ ફટકારવાની સાથે પાલિકા દ્વારા અપાતી સુવિધા બંધ પણ કરવામાં આવશે.મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે જાહેર કર્યું છે કે મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વેપારી/દુકાનદારોને જાણ કરવામાં આવે છે કે, અમુક વેપારીઓ દ્વારા દુકાનનો કચરો જાહેર રસ્તા પર જ્યાં ત્યાં નાખવામાં આવે છે. જેના કારણે ગંદકી ફેલાઈ છે. જેથી ગુજરાત નગરપાલિકા અધિનિયમ, ૧૯૬૩ની કલમ-૨૭૫ હેઠળ સોલીડ વેસ્ટ અને પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ભંગ હેઠળ તમારી સામે કાયદાકીય તેમજ દંડનીય કાર્યવાહી કરવાની ફરજ પડશે. જેથી આ નોટીસ મળ્યે તાત્કાલિક અસરથી જાહેર રસ્તા પર જ્યાં-ત્યાં કચરો નાખવાનું બંધ કરી આપની દુકાનનો કચરો ડસ્ટબિનમાં નાખવો અને ત્યારબાદ મોરબી નગરપાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેની ગાડીમાં નાખશો. અન્યથા નગરપાલિકા દ્વારા આપવામાં આવતી સુવિધા બંધ કરવા ફરજ પડશે.