મોરબી : મોરબીના ભડિયાદ ગામે આવતીકાલે તારીખ 16 માર્ચથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થશે અને 22 માર્ચના રોજ આ કથાની પૂર્ણાહૂતિ થશે.સમસ્ત ભડિયાદ ગામ અને ભડિયાદ ગોપી મંડળ દ્વારા ભડિયાદ ગામના રામજી મંદિર ચોકમાં 16 માર્ચ ને શનિવારથી 22 માર્ચ ને શુક્રવાર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં દરરોજ બપોરે 2-30 થી સાંજે 7 વાગ્યા સુધી વેદાંતાચાર્ય ડો. દિલીપજી મોરબીવાળા વ્યાસપીઠ પર બીરાજી કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન વામન પ્રાગટ્ય, શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ સહિતના પ્રસંગો ઉજવાશે. તો આ કથા શ્રવણનો લ્હાવો લેવા સર્વે ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવાયું છે.