મોરબી : મોરબી તાલુકાના અમરનગર ગામમાં સરપંચ સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે, સરપંચ કોઈ કામ ન કરતાં હોવાથી ગામમાં વિકાસ થઈ રહ્યો નથી અને યોજનાઓનો લાભ પણ મળી રહ્યો નથી.ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે પંચાયતની ચૂંટણીમાં સમરસ થયેલા અમરનગર ગામમાં રોડ રસ્તાની હાલત ખરાબ છે. છેલ્લા બે વર્ષથી સરપંચ દ્વારા રોડ રસ્તાની કોઈ કામગીરી કરાઈ નથી. ગટરની વ્યવસ્થા પણ નથી. ગામ લોકોને સરકારી યોજનાઓનો લાભ પણ મળતો નથી. ગામ લોકોનું કહેવું છે કે આ અંગે સરપંચને જાણ કરવામાં આવે છે તો તેઓ ગ્રાન્ટ ન આવી હોવાનું બહાનું આગળ ધરી રહ્યા છે. ગામમાં કોઈ વેરો ન ભરે તો તેને સરપંચ દ્વારા મકાન જપ્ત કરી લેવાનું કહેવામાં આવે છે.