લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું એલાન મોરબી : ચૂંટણી પહેલા સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ.2નો ઘટાડો જાહેર કર્યો છે. આ ઘટાડા સાથેના નવા ભાવ દેશભરમાં આવતીકાલે શુક્રવારથી લાગુ થશે.ચૂંટણીના એલાન પહેલા જ સામાન્ય જનતા માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તા થયા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો છે. દરેક રાજ્યમાં વેટ પ્રમાણે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે. આવતીકાલે 15 માર્ચના સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગૂ થશે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરીએ 'એક્સ' પર જાહેરાત કરતા લખ્યું છે કે, 'પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.'