માલગાડીમાં સીરપનો જથ્થો વાયા ત્રિપુરા થઈ બાંગ્લાદેશ મોકલવાનો હતો, તે પહેલાં જ મોરબી પોલીસની સતર્કતાથી જથ્થો પકડાઈ ગયોમોરબી : મોરબી પોલીસે રંગપર નજીકથી નશાકારક પ્રતિબંધિત સીરપનો મોટો જથ્થો પકડ્યા બાદ આરોપીની પૂછતાછ પછી મળેલી માહિતીના આધારે ઝારખંડમાંથી સિરપનો જથ્થો પકડાયો હતો. ત્યારબાદ હવે બિહારમાંથી પણ રૂ.1.75 કરોડનો સીરપનો જથ્થો પકડાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી પીઆઇ જાડેજાએ આપેલી માહિતિને આધારે બિહાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે મોટી કાર્યવાહી કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે પ્રતિબંધિત કફ સિરપ કોડીન ફોસ્ફેટની 90 હજાર બોટલો જપ્ત કરી છે. પ્રતિબંધિત કપને ટાઈલ્સના કાર્ટૂનમાં છુપાવીને ગુજરાતથી ત્રિપુરા થઈને બાંગ્લાદેશ મોકલવામાં આવતો હતો.નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર અભિષેક આનંદની આગેવાની હેઠળ બછવારા રેલવે સ્ટેશન પાસે ગુપ્ત બાતમીના આધારે રેલવે કન્ટેનરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. કફ સિરપનો જંગી જથ્થો જપ્ત કરાયો હતો. ઝોનલ ડિરેક્ટરે જણાવ્યું કે કફ સિરપની કિંમત 1.75 કરોડ રૂપિયા છે.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મોરબી પોલીસે આપેલી માહિતીના આધારે ઝારખંડમાં પણ રૂ.54 લાખનો સીરપનો જથ્થો સ્થાનિક પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.