લજાઇ ખાતે રાજકોટની લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનું કાર્યકર્તા પરિચય સંમેલન યોજાયુંમોરબી : લજાઇ ખાતે રાજકોટની લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનું કાર્યકર્તા પરિચય સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.આ વેળાએ પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે મોરબી પંથક સાથે મારે અમુભાઈ અઘારા સમયનો જૂનો નાતો છે.વડાપ્રધાન મોદીની લડાઈ પીએમ રહેવા માટેની નથી. વંશવાદ નાબૂદ કરવા માટેની છે. મોદીએ 14 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને 10 વર્ષ પ્રધાનમંત્રી તરીકે ક્યાંય રોકાયા વગર ઉતરોતર પ્રગતિ કરાવી છે.કોંગ્રેસના સમયમાં કૌભાંડો જ થયા છે. જ્યારે હું બોલવા ઉભો થાવ એટલે ડાયરાની જેમ કૌભાંડો બોલવાની ફરમાયાસ આવતી હતી. 2014ની ચૂંટણીમાં કૌભાંડ સિવાય વાત ન હતી અને અત્યારે 2024 ની ચૂંટણીમાં વિકાસ સિવાય વાત નથી. વડાપ્રધાન મોદી અમૃતકાળમાં ત્રીજા ટર્મની ચૂંટણી લડી રહ્યા છે. અને દેશને ત્રીજા ક્રમે પહોંચાડવાનું બીડું ઉપાડ્યું છે. ત્યારે તેમના સભ્ય તરીકે મને અહીં તમારી વચ્ચે મોકલ્યો છે.આ કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિલાલ અમૃતિયા પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, બાવનજીભાઈ મેતલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગર સદાતીયા, મગનભાઈ વડાવીયા, મહેશભાઈ લિખિયા, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપા, અમિત કાસુંન્દ્રા, અરવિંદભાઈ વાસદડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.