મોરબીના રામચોક અને કુબેર ટોકીઝ પાસે બે સ્પામાં દરોડા, સ્પા કર્મચારીઓની વિગત પણ ન અપાઈ હોય કાર્યવાહીમોરબી : મોરબી શહેર અને જિલ્લામાં સ્પા, હોટલ મોલ સહિતના જાહેર સ્થળોએ સીસીટીવી ફરજીયાત હોવાની સાથે સ્પામાં કામ કરતા કર્મચારીઓની વિગતો પોલીસને આપવી ફરજીયાત હોવા છતાં બે સ્પા સંચાલકોએ નિયમ ભંગ કરતા મોરબી સીટી એ અને બી ડિવિઝન વિસ્તારમાં એસઓજી પોલીસે બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી કરી હતી.મોરબી સીટી એ ડિવિઝન વિસ્તારમાં આવેલ રામ ચોકમાં ક્લાઉડ-9(નાઇન) સ્પા માં એસઓજી ટીમે દરોડો પાડતા સ્પા સંચાલક કરનભાઇ રાજકમલભાઇ બાનાણી રહે.રવાપરરોડ શક્તિ પ્લોટ વાળાએ સ્પામાં કામ કરતા કર્મચારીઓની વિગતો પોલીસ સ્ટેશનમાં જમા નહીં કરાવ્યાંની સાથે સીસીટીવી જાહેરનામા મુજબ સીસીટીવી નહીં રાખ્યા હોય કાયદેસરની કાર્યવાહી કરી હતી.એ જ રીતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મોરબી-વાંકાનેર રોડ ઉપર કુબેર ટોકીઝ પાસે ધર્મગોલ્ડ કોમ્લેક્ષમાં બીજા માળે આવેલ ધ-પ્રિન્સેશ સ્પામાં દરોડો પાડી તપાસ કરતા સ્પા સંચાલક ભાવેશભાઇ સદાશીવભાઇ ખામકર રહે. હાલ સીરામીક સીટી, મુળ રહે. વડોદરા છગનલાલની ચાલી નજીક સયાજીગંજ વાળાએ સ્પા વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહી કરાવી તથા સી.સી.ટી.વી.ના જાહેરનામા મુજબના બેકઅપ વાળા કેમેરા નહી રાખતા સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.