કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આપશે હાજરીમોરબી : મોરબીમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ દ્વારા આજ રોજ તારીખ 15 માર્ચ ને શુક્રવારે રાત્રે 8:30 કલાકે બાપા સીતારામ ચોક, રવાપર રોડ ખાતે રામધૂન અને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા હાજરી આપશે.સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ દ્વારા અયોધ્યા ખાતે પાટીદાર ભવન બનાવવાનો નિર્ધાર કરાયો છે. જેમાં હાલ ફક્ત 1111 સભ્ય ભૂમિદાતાનું દાન લઈને જમીન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આજે રાત્રે આ નિમિત્તે રામધુન અને મહાસભાનું આયોજન કરાયું છે. જેમાં ધીરુભાઈ સરવૈયાના હાસ્ય સાથે મહાસભા યોજાશે. આ કાર્યક્રમમાં સર્વે ભાઈઓ-બહેનોને પરિવાર સાથે જોડાવવા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ભવન (અયોધ્યા) મોરબી સમિતિ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.