મોરબી : ગઈકાલે 14 માર્ચના રોજ મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના કાર્યકરોઓ બાતમીના આધારે કચ્છથી ગેરકાયદે પશુ ભરીને આવી રહેલી બોલેરો ગાડીને મોરબી બાયપાસ નજીકથી પકડી પાડી પોલીસ હવાલે કરી 13 અબોલ પશુઓને બચાવ્યા હતા.મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના કાર્યકરોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કચ્છથી એક બોલેરોમાં 13 જેટલા પશુઓને ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી બાયપાસ પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમી મુજબની બોલેરો ગાડી આવતા તેને રોકીને તપાસ કરતાં અંદર ક્રુરતાપૂર્વક 13 પશુઓ ભરેલા જોવા મળ્યા હતા. આ કાર્યવાહીમાં વાહન સાથે બે આરોપીને ઝડપી લઈ વધુ કાર્યવાહી આગળ વધારાઈ છે. આ કાર્યવાહીમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ગૌરક્ષકોને સહયોગ મળ્યો હતો.