મોરબી : પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે પુનઃવિકાસ કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસને અમદાવાદ સ્ટેશનને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવ્યું છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો અને સંશોધિત સમય નીચે મુજબ છે:અમદાવાદ થી ગાંધીનગર કેપિટલ શિફ્ટ કરેલ ટ્રેનોં:1. ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસનું ટર્મિનલ 16 માર્ચ, 2024થી બદલીને ગાંધીનગર કેપિટલ કરવામાં આવ્યું છે. હવે આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી સવારે 10.35 કલાકે ઉપડશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય 11.00/11.02 કલાકનો રહેશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશને નહીં જાય.2. ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 15મી માર્ચ, 2024થી અમદાવાદને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર ટર્મિનેટ થશે. ગાંધીનગર કેપિટલ સ્ટેશને 16.00 કલાકે પહોંચશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 15.10/15.12 વાગ્યે હશે.આ ટ્રેન સાબરમતી સ્ટેશને નહીં જાય.[caption id='attachment_200685' align='alignnone' width='300'] 1278345107[/caption]