મહેન્દ્રનગર ચોકડીએ 5 થી 6 તસ્કરોની ગેંગે તરખાટ મચાવ્યો, તસ્કરો સીસીટીવીમા કેદમોરબી : મોરબીમાં પોલીસને ખુલ્લો પડકાર આપી સીટી બી ડિવિઝન પોલીસ મથક નજીક જ મહેન્દ્રનગર ચોકડીએ એક સાથે 20 દુકાનોના તાળા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપતા ચકચાર જાગી છે.મોરબીની મહેન્દ્ર નગર ચોકડી પાસે સીટી બી ડિવિઝન પોલીસ મથકથી માત્ર 200 મીટરના અંતરે આવેલ બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટકયા હતા અને 1. ઉમા હોટલ - 2 દુકાન (8000 રોકડ), 2. શ્રી માં ટ્રેડિંગ 800, રૂ. 3. ઓમ સાંઈ પ્લાસ્ટિક, 4. મહાદેવ પશુ આહાર, 5. મારુતિ કિરાણા - 2 દુકાન (1000),6. શિવ કિરાણાં - 2 દુકાન (રૂ.6000), 7. પરી જનરલ સ્ટોર, 8. ડાયમંડ ગ્લાસ, 9. યોગી એન્ટરપ્રાઇઝ, 10. સાવન એન્ટરપ્રાઇઝ, 11. મુરલીધર હોસ્પિટલ (કાચ તોડી ગયા અને કાતર લઈને નીચે મૂકી દીધી, 12. જલારામ વેજીટેબલ(દેવ પેટ્રોલપંપની બાજુમાં, નીલકંઠ પ્લાઝા 13. મોરેક્ષ કોર્પોરેશન - એક મોબાઈલ, 14. મોમાઈ કૃપા સેક્સનમા તસ્કરોએ ચોરી કરી જતી. નોંધનીય છે કે 4 દિવસ પહેલા પણ આ જ કોમ્પ્લેક્ષ પાસેથી તસ્કરો 3 જેટલા મોબાઈલ લઈ ગયેલ હતા.પોલીસ મથકની નજીક જ તસ્કરોએ હિંમત કરી એક સાથે 20 જેટલી દુકાનોમાં ચોરી કરી પડકાર ફેકતા વેપારીઓમાં ગભરાટ જોવા મળી રહ્યો છે, ઉલ્લેખનીય છે કે અન્ય છ દુકાનમાં પણ ચોરીનો પ્રાયસ કરાયો છે ત્યારે તસ્કરો સીસીટીવીમાં પણ કેદ થયાનું બહાર આવ્યું છે અને હાલમાં એલસીબી અને સ્થાનિક પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ છે.