વાહનો ઉપર સાપ ચડી જતા જોવા માટે લોકોના ટોળા વળ્યાંમોરબી : મોરબીમાં નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાં સાપ નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે. જેને કારણે લોકોના ટોળે ટોળા વળ્યાં હતા.મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડના પાર્કિંગના બપોરના અરસામાં સાપ નીકળ્યો હતો. આ સાપ વાહનો ઉપર ચડી ગયો હતો. લોકોએ કર્તવ્ય જીવદયા કેન્દ્રને જાણ કરતા તેઓની ટીમ અહીં આવી ગઈ હતી. જો કે સાપ એક્ટિવામાં ઘુસી જતા બાદમાં તેને ગેરેજ લઈ જવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.